રાજેન્દ્ર શાહ (Kavi
Rajendra Shah)
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી કવિતાના મૂર્ધન્ય
કવિશ્રી
જાન્યુઆરી - 28, 1913 ; કપડવંજ (જિ. ખેડા)
For more details, click here: રાજેન્દ્ર શાહ
(Rajendra Shah) « ગુજરાતી સારસ્વત પરિચય
આપણા દુ:ખનું કેટલું જોર ?
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર !… ભાઈ રે..
ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે
રંગધનુષની કોર… ભાઈ રે..
જલભરી દ્રગ સાગર પખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર…ભાઈ રે..
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણ મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમહોર…ભાઈ રે..
રાજેન્દ્ર શાહ
જન્મ: જન્યુઆરી 28, 1913
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી કવિતાના મૂર્ધન્ય
કવિશ્રી
અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર
વારસો ) માંથી સાભાર
નિરૂદ્દેશે - રાજેન્દ્ર શાહ
Filed by સુરેશ જાની @ 8:30 pm
નિરૂદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.
ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ,
ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર-કંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સહુ રંગ,
મન મારું લઇ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
નિરૂદ્દેશે….
પંથ નહીં કોઇ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન-
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.
નિરૂદ્દેશે …..
- રાજેન્દ્ર શાહ
સંપાદન: ચંદ્રકાન્ત શેઠ
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની