‘રસિક’ મેઘાણી (અબ્દુલ રઝાક મેઘાણી – હ્યુસ્ટન)
Abdul Razak Meghani

February 10, 2007 at 1:00 am · Filed under ગુજરાતી ગઝલ (Gujarati Gazal Shaayarkavilok / કવિલોક

સફરમાં છું

કેમ લાગે છે કે સફરમાં છું?
હું તો મારા જ ખુદના ઘરમા છું.

પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મનથી હું પાનખરમાં છું.

રાત જેવા તમામ દિવસો છે,
કોણ જાણે હું કયા પ્રહરમાં છું .

મારા હાથે હું તોડી રાજમહેલ,
સાવ ખંડેર જેવા ઘરમાં છું.

ખાર જેવાં બધાં જ પુષ્પો છે,
ભરવસંતે હું પાનખરમાં છું.

માર્ગ મંજિલ કે ના વિસામો છે,
એક એવી ‘રસિક’ સફરમાં છું.

‘રસિક’ મેઘાણી ( અબ્દુલ રઝાક મેઘાણી – હ્યુસ્ટન )