બીમલ દેસાઈ (Bimal Desai)

March 18, 2007 at 9:42 am · Filed under ગુજરાતી ગઝલ (Gujarati Gazal Shaayarkavilok / કવિલોક

બીમલ દેસાઈ 

ગઝલ-

દિલનું દર્દ હવે ઘેરું બને છે
મન પણ મેરું જેવું બને છે.

પળ પળ મને ડંખ્યા કરે છે
ઝંખના ઝેરી એરું બને છે.

હ્રદય વચોવચ ચાસ પાડે છે
આ લાગણીઓ પણ ખેડું બને છે.

ખાઈ ખાઈને સમ ભોળપણના
કોણ આટલું ભોળુ બને છે?

નીર નીતરતી કાયાનું કામણ
એક એક અષાઢી ફોરું બને છે.

લાખ યત્નો છતાંયે જીવતરમાં
કયાં આપણું ધાયુઁ બને છે.

કોઈ બને છે પ્રીતમાં પાગલ
ને કોઈ રુપનું ઘેલું બને છે.

શ્રદ્ધા સબુરી ને હો મસ્ત ફ્કીરી
તો દિલ ઇશ્વરનું દેરું બને છે.

“નારાજ” લઈએ જો પીડ પરાઈ
તો ઉપચારો ઘરેલુ બને છે.

 વતન રુપાલ …ગુજરાતના પાટ્નગર ગાંધીનગરથી..૧૫ કિં.મી.ના અંતરે..જે મા “વરદાયિની” ના “પલ્લી” મેળાને…કારણે જ્ગ વિખ્યાત થયું છે.હું ગુજરાત પોલીસમાં છેલ્લા છ વરસથી ફરજ બજાવું છું…રસરુચીથી બિલકુલ વિપરીત વાતાવરણમાં પણ…શબ્દની સરવાણી અવિરત આપ સરખા…મિત્રોને સહકારે નીતરતી રહી છે….જે મા શારદાની ક્રુપા વિના શક્ય નથી…હું નારાજ ઉપનામથી ગઝલ..લખું છુ…ગુજરાતી ગઝલનું બ્લોગ જ્ગત જોયું ..મને મારો સ્વરચીત ગઝલનો …અંગત બ્લોગ http://naraj.wordpress.com બનાવવાની સ્ફુરણા થઇ…જે કોમ્પ્યુટરની ઓછી જાણકારી હોવા છતાં મેં માત્ર કોશીશ કરી.. છે.. આપનો સહકાર મળતો રહેશે. એજ આશા. મારી ગઝલ વિશે ટીકાને આવકારું છું…જે જરુરી પણ છે…મને વધારે શીખવા માટે…તો તૈયાર છો ને મને સહકાર આપવા….જ્ય ગરવી ગુજરાત…….http://naraj.wordpress.com બાબુ ઉફેઁ બીમલ દેસાઈ