ગુજરાતી સાહિત્ય અને કવિઓને સમર્પિત  |  Facebook પર અમને Follow કરો  |  તમારી કવિતા મોકલો


ચિનુ મોદી (Chinu Modi)

ચિનુ મોદી 

     

ગઝલ

        

સ્પર્શવાના ખ્યાલથી પણ લોહ સોનું થાય છે

પણ, પછીથી હાથ પોતે, પગનું મોજું થાય છે.

      

જાણકારી   એટલી   કે  એક   નકશાની  નદી, 

રોજ ચિંતામાં રહે કે પાણી ઓછું થાય છે.

         

વાયકા, અફવા પગરખાં પહેરવાં પણ ક્યાં રહે?

મારી એકલતાની ફરતું મોટું ટોળું થાય છે.

          

પાણી આપોઆપ આપે માર્ગ, એ કીમિયો કહે,

આંસુ તરવા જાઉં છું તો મોટું મોટું થાય છે.

       

મન તને ‘ઈર્શાદ’ કહેવાની જરૂરત ક્યાં હતી?

શબ્દની સંગત પછી પણ પાણીપોચું થાય છે.

    

ચિનુ મોદી