હર્ષદ ત્રિવેદી (Harshad Trivedi)

harshad_trivedi.jpg

સમ્પર્ક

 2, ગુણાતીત એપાર્ટમેન્ટ , પ્લોટ - 437, સેક્ટર - 23, ગાંધીનગર - 382 023

જન્મ

17 - જુલાઇ, 1958 ; ખેરાળી જિ. સુરેન્દ્રનગર 

કુટુમ્બ


More details about Harshad Trivedi at Saraswat Parichay. Click here

આવે છે -હર્ષદ ત્રિવેદી

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં ય મેર પછી મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ -
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે.

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે.

ગયાં’તાં, પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં? ચારેકોર તડકો આવે છે.

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે.

હર્ષદ ત્રિવેદીજીવન ઝાંખી  )