પુરુરાજ જોષી (Kavi Pururaj Joshi)


સમ્પર્ક -  આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાવલી, જિ. વડોદરા- 391 770 

જન્મ

  • 14, ડીસેમ્બર - 1938, નડિયાદ

કુટુમ્બ

  • માતા - સૂરજબા; પિતા- પૂનમભાઇ
  • પત્ની - બકુલા ( લગ્ન - 1966, હિન્દીનાં અધ્યાપિકા)
FULL Parichay of Kavi Pururaj Joshi  is at Gujarati Sarswat Parichay. Click here.

ક્યાં

ઉદાસીનું ધુમ્મસ ખસે છે જ ક્યાં?
પથ્થરનાં ફૂલો હસે છે જ ક્યાં?

ડામરની સડકો ને ચોરસ મકાનો,
શહેરોમાં માણસ વસે છે જ ક્યાં?

અમે ધૂપસળી થઇને સળગી રહ્યાં,
મંદિરની મૂરત શ્વસે છે જ ક્યાં?

નહીં તો ન જીવતો રહ્યો હોઉં હું,
સ્મૃતિઓના સર્પો ડસે છે જ ક્યાં?

- પુરુરાજ જોષી