રવિ ઉપાધ્યાય  Ravi Upadhyay

ગીત છું હું પ્રીતનું

ગીત છું હું પ્રીતનું, ગીતનો તું સૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

હોઠ પ્યાલી લાખ ફૂલના આસવોનો અર્ક છે
ગાલ લાલી લાખ-ગુલ,સૌન્દર્યનો સંપર્ક છે.

નેહભીની હું નજર છું, તું નજરનું નૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

શ્વાસની સરગમ મહીં, એક મિલનની ધડકન ભરી
ઉરને આંગણ મન-મયૂરો નાચતા થનગન કરી

પ્રેમ-પથનો હું પ્રવાસી, તું ભૂમિ-અંકુર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

-  રવિ ઉપાધ્યાય

મેહુલો આવે ને આવે

મેહુલો આવે ને આવે માધવની યાદ
બેઉંના છે રૂપ સરખા સરખા ઉન્માદ…. મેહુલો..

ધરતીને લાગે મીઠા મેઘના મિલન
શ્યામ વિના લાગે સૂના સૂના સદન
નયનેથી વરસે વસમા વિરહ વરસાદ.. મેહુલો..

વન વનમાં વિકસે નવા રૂપની છટા
ગોકુળીયે ગિરિધર વિના કાળી ઘટા
રોમરોમ જાગ્યા એની બંસરીના નાદ… મેહુલો…

- રવિ ઉપાધ્યાય

Ravi Upadhyay

Ravi Upadhyay

Ravi Upadhyay

Ravi Upadhyay
Ravi Upadhyay

Ravi Upadhyay