બાલુભાઇ પટેલ (Balubhai Patel)

ચાલ મળીએ

સાવ નવી જ મીઠી ઓળખાણ હોય, અને હજુ એમાં અપેક્ષાઓના કોઇ વિકાર ઉદ્ ભવ્યા ન હોય, તેવી અવસ્થાનું નિરૂપણ કરતી અને મને બહુ જ ગમતી આ ગઝલ મુગ્ધાવસ્થાના પ્રણયને વાચા આપે છે. શ્રી.મનહર ઉધાસના મીઠા અવાજમાં આ ગઝલ સાંભળતાં આપણી પણ એ અવસ્થાની યાદો તાજી થઇ જાય છે.

ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.

એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.

કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.

આપ તો સમઝીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું , સમઝણ વિના.

બાલુભાઇ પટેલ
- આલ્બમ - ‘ અભિષેક