સ્વપ્નસ્થ ( ભનુભાઇ વ્યાસ- Bhanubhai Vyas )


જન્મ 13 - નવે મ્બર ; 1913 -  રાજકોટ : વતન - જામનગર

અવસાન  23 - ઓક્ટોબર - 1970 - રાજકોટ


દુઃખની ધરતીના અમે છોડવા - સ્વપ્નસ્થ

Filed under: kavilok / કવિલોકગુજરાતી કવિતા (Gujarati Kavita) — સુરેશ જાની @ 2:00 am

દુઃખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા,
સુખના કેવા આભાસ? – દુખની ….

લીલાં લીલાં અમારાં પાંદડાં
જોઇને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં
સપનાં કે સુરભિ સદાય? – દુખની ….

ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યાં ?
આ તે કેવા વિશ્વાસ? – દુખની …

એવા વિશ્વાસ સરજે માનવી
જેનાં મૂલ ન થાય,
દુઃખની ધરતીથી જગાડે જે નવી
જિન્દગી, ધન્ય એને ભાઇ! – દુખની …. 

સ્વપ્નસ્થ ( ભનુભાઇ વ્યાસ )

#    જીવનઝાંખી