Chetan Parekh is a
person
with multiple talents. He is an engineer by education, a stock market
analyst by profession, export-importor of
Aluminum and a successful student of astonomy and mystics
in life. He also writes poems. To know more about him and his services,
click here: Chetan Parekh- an Astologer |
![]() |
“આહ” મહીં ધૂધવાતો
અથડાતો એ શબ્દ શું !
સ્પર્શી ને આ
અધરોથી ભીંજાયેલો એ શબ્દ શું!
પાંપણોથી ખરતા
મોતીને, જીલતા ઉચ્વાસ એ,
ધબકતા હ્દયનો સ્વરબધ્ધ
એ શબ્દ શું !
રહસ્યોમાં
લપયેલો તથ્યનો એ શબ્દ શું !
પથ્થરોની ઇજાઓ
માં તડપતો એ શબ્દ શું !
શૂન્યમાં
તો અલ્પ કે પૂર્ણ વિરામ નથી ,
વર્ણનો ને
ગઝલોથી નીતરતો એ શબ્દ શું !
ગોપીઓના વિરહ
મહી મરકતો એ શબ્દ શું!
ગાયો નાં ધણો
મહી સરકતો એ શબ્દ શું !
પામવાને એ પરમ
પ્રેમ નાં જ અર્થ ને,
જડ તત્વનો
આદર્શ જે “ચેતન”એ શબ્દ
શું !??
વહેતા નીરમાં આંખ મળી તો આંસુ દોડતા ભાગ્યાં,
શ્ર્વાસ કહે , હું ના થંભુ ! પવન
મોટા
વાતા,
કાંકરીચાળો કરતાં કરતાં ઘાયલ સહુને દીટા,
દરીયાં માં એ ડુબતાં સમણા ધીમા ડુંસકા ખાતા,
વાદળો પર આમ લટકી ક્યાંય સુધી હું ઝુલતો,
પડવા જાવતો કીરણૉ પકડી માંડ માંડ હું બચતો,
થોકરો વાગી તો રૂદન થયુ પત્થરોને , શું કહું!!
આંસુ લુછવાં નભ દોડ્યું ને પવનડૉ ફૂંક મારતો,
બહું થયુ હું મુંજાતો પૂછું આ અંતર મન ને,
ક્યાં સુધી દોડ્યું આવશે આ સમયનું અનબનએ,
બસ “ચેતન” નાં જોતુ આ મંદીર કે મસ્જીદ ને,
કાળજાતો ખતમ થયા માંગીશ શું ભગવન ને !?
-ચેતન
પારેખ
અમદાવાદ