જયન્ત પાઠક (Jayant Pathak)

જીવનકાળ: ઓક્ટોબર 20, 1920- સપ્ટેમ્બર 1, 2003

જન્મસ્થળ: રાજગઢ, જિ- પંચમહાલ

વ્યવસાય: પ્રાધ્યાપક

Jayant Pathak
(Photo: thanks to www.Narmad.com)

માણસ

      

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;

હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.

          

પહાડથીયે કઠ્ઠણ મક્કમ, માણસ છે;

દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.

          

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;

ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.

        

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;

ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.

         

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;

ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે.

       

જયન્ત પાઠક

Image Preview

જીવનકાળ: ઓક્ટોબર 20, 1920- સપ્ટેમ્બર 1, 2003

જન્મસ્થળ: રાજગઢ, જિ- પંચમહાલ

વ્યવસાય: પ્રાધ્યાપક

કાવ્ય ગ્રંથ: ક્ષણોમાં જીવું છું 

સાભાર: બૃહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ

(સંપાદક: સુરેશ દલાલ; પ્રકાશક: ઈમેજ પબ્લિકશન્સ, http://www.imagepublications.com)