કૈલાસ પંડિત (Kailas Pandit)

ખરાં છો તમે

 1. વિવેક said,

  April 26, 2007 @ 5:36 am · Edit

  આખી ગઝલ પ્રશ્નાર્થચિહ્નો અને ઉદગાર ચિહ્નો સાથે આ પ્રમાણે છે:

  ઘડીમાં રીસાવું ? ખરાં છો તમે !
  ઘડીમાં મનાવું ! ખરાં છો તમે.

  હજી આવી બેઠાં ને ઊભાં થયાં !
  અમારાથી આવું ? ખરાં છો તમે.

  ન પૂછો કશું યે, ન બોલો કશું !
  અમસ્તા મુંઝાવું ! ખરાં છો તમે.

  ન આવો છો મળવા ન ઘરમાં રહો,
  અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

  હતી ભાગ્યરેખા, ભુંસાઈ ગઈ. (બંને દીર્ઘ ઈ છે!)
  નવી ક્યાંથી લાવું ! ખરાં છો તમે.

  - સુરેશભાઈ ! ખરા છો તમે ! (-: (-:

- કૈલાસ પંડિત

     રીસામણાં અને મનામણાંની સામાન્ય વાત કહેતી હળવી શૈલીની આ ગઝલ, કવિની ગંભીર ગઝલોમાં જુદી જ ભાત પાડી જાય છે.  પણ પ્રિયાની જગ્યાએ પરમ તત્વને આ સંબોધન છે એવો અર્થ કાઢવા બેસીએ તો પણ આપણે બહુ ખોટા ન પડીએ !

     શ્રી. પંકજ ઉધાસે ગાયેલી બહુ ઓછી ગુજરાતી બંદીશોમાંની આ એક મજાની રચના સાંભળતાં ઝૂમી ઊઠીએ તેવી છે.આવી જઇશ હું

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું.
સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું.

એકાંત જ્યારે સાલશે મારા અભાવનું,
કાગળ થઇને ક્યાંકથી પહોંચી જઇશ હું.

આકાશ તારી આંખનું ખૂલતું જતું હશે,
સૂરજની જેમ એ મહીં ઊગી જઇશ હું.

તારી ઘણી ય ‘હા’ હતી ‘ના’ના લિબાસમાં,
કહેવા હવે જો ‘ના’ હશે, જીરવી જઇશ હું.

- કૈલાસ પંડિત

શ્રી. મનહર ઉધાસના  સૂરીલા કંઠમાં ગવાયેલું આ પ્રણયગીત ‘હા’ અને ‘ના’ વચ્ચેની શંકા આશંકાની મીઠી મૂંઝવણને કેવી સરસ અભિવ્યક્તિ આપે છે !  

આલ્બમ ‘ આરંભ’