મણિલાલ પટેલ (Manilal Patel)

સાવ પોલા શબ્દથી વ્યવહાર છે.

સાવ પોલા શબ્દથી વ્યવહાર છે.
મૌનનો મહિમા કરીને શું કરું
શબ્દ તો કોલાહલોનું દ્વાર છે.

હું ઉદાસી પાનખરની પી ગયો.
દર્પણો જોયા કરે છે દ્વેષથી :
આંખમાં ખીલી ગયાનો ભાર છે.

કાચ-શા સંબંધમાં તિરાડ છે :
‘કેમ છો’? પૂછ્યા કરે છે શૂન્યતા
મેં કહ્યું : આકાશ સાથે પ્યાર છે.

કેટલો લીલો હજી તો શ્વાસ છે
યાતના રે! તું મને લલચાવ ના
કોક મળવાનું મને ગમખ્વાર છે.

- મણિલાલ પટેલ

કવિ પરિચય