નવલરામ પંડ્યા (Navalram Pandya)

Filed by સુરેશ જાની @ 3:54 pm

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

જન્મ માર્ચ - 9, 1836 - સૂરત

અવસાન ઓગષ્ટ - 7, 1888
Navalram Pandya


For more details: નવલરામ પંડ્યા « ગુજરાતી સારસ્વત પરિચય

વસંત

પચરંગી પટકૂળ ધારી,

દીપે કુદરત આ રતે ન્યારી.

કુમળાં ચળકતાં વૃક્ષે સજ્યાં નવપલ્લવ જૂનાં ઉતારી,
આંબે મૉર અથાગ જ ઝૂકે, જાણે કલગીઓ સારી.
વસંતની આવી સવારી ! દીપે …..

વીંટી વળી વેલી સૌ સૌને, વૃક્ષે હસ્ત પ્રસારી,
ફૂલનાં ઝૂમખે ઝૂમખાં જે પર, રંગબેરંગી અપારી!
ઝૂલે ઝાડી ફૂલભરી ભારી ! દીપે….

ફૂલભરી ડાળો ડોલે, ખરે ફૂલ, પથરાઇ ફૂલની પથારી,
ભ્રમર હજારો ગુંજાર કરતાં, સુગંધી લેતાં ગયાં હારી!
કોયલની છે બલિહારી! દીપે ….

- નવલરામ પંડ્યા