અખો (Kavi Akho Soni)

“એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”

“અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સૌ.” 

 નામ                     અખો સોની

જન્મ તારીખ            આશરે - 1600

જન્મ સ્થળ              જેતલપુર - અમદાવાદ

અવસાન                 આશરે - 1655 - અમદાવાદ

કુટુમ્બ                    પિતા - રહીયાદાસ

વ્યવસાય                સોનીકામ

જીવન ઝાંખી:  On Gujarati Sarswat Parichay (maintained by Sureshbhai Jani)


તિલક કરતાં ત્રેપન થયાં - અખો (Akho)

અખો 

તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

દેહાભિમાન હૂતો પાશેર, વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
 
અખો


                

સમજણ વિના રે સુખ નહીં જંતને રે

              

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;

વસ્તુગતિ કેમ કરી ઓળખય ?

આપમાં વસે છે આપનો આતમા રે,

તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..

                     

રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,

અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;

રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,

થનાર હોય તે સહેજે થાય.. સમજણ..  

            

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,

ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;

પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,

એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ.. 

                       

પારસમણિ વિના રે જે પથરા મળે રે,

તેણે કાંઈ કાંચન લોહ ન થાય;

સમજણ વિના રે જે સાધન કરે રે,

તેણે કાંઈ જીવપણું નવ જાય. . સમજણ..   

                       

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,

એને લઈ રૂમાં જો અલપાય;

એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,

રતી એક સાચે પ્રલય જ થાય. . સમજણ..   

                               

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,

એ તો વાણીરહિત છે રે વિચાર;

જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,

કહે અખો ઊતર્યા પેલે પાર. . સમજણ..   

અખો

જીવન ઝાંખી:  On Gujarati Sarswat Parichay (maintained by Sureshbhai Jani)