શ્રી કરસનદાસ માણેક (Gujarati Kavi Shri Karsandas Manek)

શાને આવું થાય છે ?

Filed under: ગુજરાતી કવિતા (Gujarati Kavita) — સુરેશ જાની @ 4:22 am

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

- કરસનદાસ માણેક

 

શ્રી. ભાવિન ગોહીલનો આભાર - આ ગઝલ ટાઇપ કરીને આપવા માટે.


જીવન અંજલિ થાજો !

Filed under: kavilok / કવિલોકભજન/ કીર્તન/ પ્રાર્થન — Dilip Patel @ 6:21 am

જીવન અંજલિ થાજો !

                                                                      

જીવન અંજલિ થાજો !

મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;

દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!

મારું જીવન અંજલિ થાજો !

                                                           

સતની  કાંટાળી  કેડી  પર  પુષ્પ બની પથરાજો;

ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!

મારું જીવન અંજલિ થાજો ! 

                                                        

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;

હૈયાના  પ્રત્યેક   સ્પન્દને   તારું  નામ  રટાજો !

મારું જીવન અંજલિ થાજો !

                                                          

વમળોની વચ્ચે નૈયા મુજ  હાલકલોલક થાજો;

શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!

મારું જીવન અંજલિ થાજો !

                                                        

કરસનદાસ માણેક