અતિશય
બધુંયે સહજ થઇ ગયું છે;
એ
બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.
ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે;
બધું
કોઇ મૂગી તરજ થઇ ગયું છે.
હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું
કામ એવું, ફરજ થઇ ગયું છે.
છે દેવાના ડુંગરમાં તોંતેર વર્ષો,
કે
અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.
‘અનિલ’ વિસ્તર્યું મૌન તડકારૂપે
આ,
મને
માપવાનો જ ગજ થઇ ગયું છે. - રતિલાલ ‘અનિલ’
( જીવનઝાંખી
)
રતિલાલ ‘અનિલ’ (Ratilal Roopawala 'Anil)
નામ રતિલાલ મૂળચંદદાસ રૂપાવાલા
સમ્પર્ક
‘Kankavati’ , 13-14, Sai Samarpan Society, Behind Ashirvad township
1, Bamroli road, Udhna,Surat - 394 210
જન્મ 1919
( જીવનઝાંખી On Gujarati Saarrswat Parichay)
થઇ ગયું છે