‘બેફામ’ બરકત વિરાણી (Kavi Barkat Virani 'Befaam')

barjat virani befam befaam

નામ

 

બરકત ગુલામહુસેન વિરાણી

જન્મ 25- નવેમ્બર – 1925 ; ધાંધળી (શિહોર) ; વતન – ભાવનગર

અવસાન 2 - જાન્યુઆરી, 1994 ; મુંબાઇ

બેફામ « ગુજરાતી સારસ્વત પરિચય

ત્યાગી નથી શકતો -

Filed under: ગુજરાતી ગઝલ (Gujarati Gazal Shaayar — સુરેશ જાની @ 4:20 am

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો. 

-  બરકત વિરાણી

ભાઇ શ્રી. ભાવિન ગોહીલનો આ ગઝલ ટાઇપ કરીને મોકલવા બદલ આભાર. 

    

રહે છે - બેફામ

November 25, 2006  Filed under kavilok / કવિલોકગુજરાતી ગઝલ (Gujarati Gazal Shaayar

અહીં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.

મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.

છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.

જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.

ગયાં સંતાઇ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.

હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વૃક્ષ તડકામાં રહે છે.

ઉઘડતાં આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.

ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.

ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.

મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?

બેફામ

Permalink Comments

ચાહતમાં - બેફામ

November 25, 2006 at 2:00 am · Filed under kavilok / કવિલોકગુજરાતી ગઝલ (Gujarati Gazal Shaayar

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ.

બેફામ

Permalink Comments

ઘરનાં તો જો કે - બેફામ

November 25, 2006 at 2:00 am · Filed under kavilok / કવિલોકગુજરાતી ગઝલ (Gujarati Gazal Shaayar

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.

અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.

લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.

આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.

-   બેફા

    

#    “રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
        હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.”

#     ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું?
         નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”

#  ” આ બધા ‘ બેફામ’ જે આજે રડે છે મોત પર,
    એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”

#    “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
        જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.”

” તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઇને.”

” વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે.
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.” - નામ અને ઉપનામ સાથે !

” કોણ જાણે મુજ હૃદયના ભાવને?
કોણ જાણે તુજ વિના? બતલાવને. ” - ચૌદ વર્ષની ઉમ્મરે સામાયિકમાં છપાયેલી પહેલી ગઝલનો મક્તા.

” વીરાણી વાંકડા
બહાર પહોળા ને ઘરમાં સાંકડા” - બાળક બરકતની રચના !