ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
અન્ય સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ લેખ-નિબંધ

Typing Gujarati on your computer is easy. Click here to get started.

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!

Investing In India


ભગવતીકુમાર શર્મા (Kavi Bhagavatikumar Sharma)      

જન્મ: સુરત (1934) 

વ્યવસાય: પત્રકારત્વ

  કવી પરીચય 

હરીરસનું ચોમાસું - ભગવતીકુમાર શર્મા

હરીવર ઉતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.

ફુંક હરીએ હળવી મારી, ગાયબ ખળભળ લુ,
શ્વાસ હરીના પ્રસર્યા, માટી સ્વયં બની ખુશબુ ,
ખોંખારો હરીએ ખાધો ને વાદળ ગરજ્યા ઘોર;
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહુક્યા મનભર મોર.

ત્રીભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.

વાદળમાં ઘોળાયો હરીનો રંગ સભર ઘનશ્યામ;
હરી-પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ.
પ્રેમઅમલરસ હરીને હૈયે, તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે શબ્દે નભ ને નેણથી વહેતાં આંસુ.

મેઘધનુષમાં મોરપીચ્છના સર્વ રંગ સાકાર;
જળ વરસ્યું ને થયો હરીનો સીધો સાક્ષાત્કાર.

- ભગવતીકુમાર શર્મા 


           આ ગીત અત્યંત સુંદર સ્વર-રચનામાં સુરતના નયના ભટ્ટ અને હરીશ ઉમરાવના મધુર કંઠે ગવાયેલું છે. આ સ્તુતી-ગીત સાંભળીએ ત્યારે પ્રતીતી થાય છે કે, આવા શબ્દો પરાવાણીમાંથી જ નીપજે. આવી સ્તુતી હૃદયના પુર્ણ ભાવથી ગવાય તો જ તેને પ્રાર્થના કહેવાય. આ ગીત ગવાતું સાંભળી વેદકાળના બહુ પુજ્ય દેવ - વરૂણનું આવાહન થતું આપણે અનુભવી શકીએ છીએ.
          અંતરની વાણીને ઉજાગર કરતા શબ્દો, ગરજતા અને વરસતા મેઘને અનુરુપ સંગીત અને તેવા જ મીજાજથી સભર, ઝમકદાર સ્વર આ ગીતને     ગુજરાતી સુગમ સંગીતનું એક અમુલ્ય નજરાણું બનાવી દે છે.

——————————

         આદરણીય શ્રી. ભગવતીભાઇનો તેમની રચનાઓ ઉંઝા જોડણીમાં નેટ ઉપર પ્રસીધ્ધ કરવા માટે અમે આભાર માનીએ છીએ.

ગણવેશમાં નથી - ભગવતીકુમાર શર્મા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? જે આવેશમાં નથી.

હું શબ્દમા જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જો કે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.

ભણકાતા મારા મુત્યુની ચીંતા નહીં કરો;
મુળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી .

કીંચીત્ હતી, ક્યારેક છે ને શુન્ય પણ થશે;
મારી તરલ હયાતી જે હંમેશમાં નથી .

બે શબ્દ પ્રાર્થનાના કહી ચુપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.

ભગવતીકુમાર શર્મા

   


માણસ

                 

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;

પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

                         

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;

અમે  વારસાગત  સમસ્યાના  માણસ.  

                 

‘કદી’થી  ‘સદી’ની  અનિદ્રાના માણસ;

પ્રભાતોની  શાશ્વત  પ્રતીક્ષાના માણસ.

                 

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;

સડકવન્ત  ઝિબ્રાતા  ટોળાના  માણસ.

              

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?

‘ટુ બી-નૉટ  ટુ બી’ની  ‘હા-ના’ના માણસ.

                  

ભરત    કોઈ   ગૂંથતું   રહે    મોરલાનું;

અમે  ટચ્ચ   ટૂંપાતા   ટહુકાના  માણસ.  

                     

મળી   આજીવન  કેદ  ધ્રુવના   પ્રદેશે;

હતા  આપણે  મૂળ   તડકાના  માણસ.  

          

ભગવતીકુમાર શર્મા     જીવન ઝાંખી
     


    

Filed by સુરેશ જાની 

[ મંદાક્રાંતા – પેટ્રાર્ક શાઇ સોનેટ ]

‘તાંબાલોટો ભરી તુલસીને પાણી પાયું ખરું કે?
જોજો પાછું ભૂલી નવ જતા વ્યર્થ જંજાળ આડે!
રે’શે મારાં તુલસી તરસ્યાં, પાંદડાં ઓસવાશે.
એકેયે ના પરણ ચૂંટજો જીવતું છોડવેથી;
કૂંડામાં જે ખરી –ગરી પડ્યાં હોય તે માત્ર લેજો;
રાજી રે’શે પ્રભુ, ઝળહળશે દીપ સૌભાગ્યનો યે.’
નિત્યે માના મુખથી સ્રવતા શબ્દ ભીનાભરેલા;
વૃન્દા-વિષ્ણુ-પરિણય લિયે કાર્તિકે ધન્યતાથી.

ધ્રુજે દીવો, અરવ કણસે ખંડ, લંબાય ઓળા;
મૂગું મૂગું ધસી રહ્યું કશું ભક્ષી લેવા પિતાને
સૂતેલા જે ક્ષીણ થઇ; બધે ડૂસકાં કૈં થીજેલાં.
અર્ધા ખુલ્લા જનકમુખમાં કંપતે હાથ માતા
મૂકે લીલું પરણ તુલસીનું ભીડીને હોઠ સૂકા
આયુષ્યે જે ઉર સીંચી ઉછરેલ તે છોડ કેરું !

- ભગવતીકુમાર શર્મા     જીવન ઝાંખી