ગુજરાતી કવિઓ
ગુજરાતી ગઝલ
જીવનલક્ષી સાહિત્ય કવિલોક બ્લોગ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન ગુજરાતી વેબસાઇટ્સ અન્ય સાહિત્ય

Typing Gujarati on your computer is easy. Click here to get started.


Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

Stock trading book

રીડગુજરાતી.કોમ

Typing Gujarati on your computer is easy. Click here to learn.
ઈન્સ્ટોલેશન કરવા માટેની સૂચનાઓ . ગુજરાતીમાં!!!!

Kavilok-
Website for Gujarati Kavi, Gujarati Poets, Gujarati Geet, Gazal, Kirtan and Kavita

Welcome to Kavilok- our online Gujarati portal for Geet, Gazal, Kirtan, Kavya, Bhajan and Blogs.

કવિલોકમાં અમો આપનું ભાવભીનું સ્વાગત કરીએ છીએ. કવિલોક એ અમારો કવિજનોને ભેગા કરવાનો પ્રયાસ છે. આપ સ્વયમ્ એક કવિ હોવ કે આપ કોઇ કવિને જાણતા હોવ તો અમને થોડા કાવ્યો, એકાદ ફોટો અને કવિનો પરીચય ઇ-મેલKavilok Email Addressપર મોકલશો તો અમે તેને અહીં સમાવીશું. આભાર.  


મધર્સ ડે - માતૃ દિને

હે એવો મમતાનો વીરડો રે મારી માવડી.
હે વહે સદા આંખે અમીધાર રે માવલડી મારી....

સ્વર, શબ્દ અને સંગીતનો સમન્વય સાધી માતૃપ્રેમમાં રસતરબોળ કરતી રચના ઊર્મિસાગર.કોમ પર માણો.

_________________________________________________________

સાંપ્રત સમયની વિશ્વભરમાં વ્યાપેલી નાણાંકીય કટોકટીથી નાસીપાસ થયેલ સહુ કોઈ માટે બળપ્રેરક ને ખાસ વાંચવા લાયક શ્રી કૃષ્ણ દવેની સાહિત્યિક સંજીવની

આત્મહત્યા કરવા જઈ રહેલ વ્યક્તિને

ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.
તમે જેને અંત માનો છો ને ? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.
 
પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું?
તમારા બાળકની આંખમાં તો એવી ને એવી જ ચમક છે
- તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.
 
રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
- તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.
 
કાગળોમાં રોકેલો વિશ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિશ્વાસ હજુયે અકબંધ છે.
- વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ.
 
કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું
તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય,
એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય,
એવુ તમને યાદ છે?
 
ગાઢ અંધારૂ છે એ ય સાચું -
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું.
પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?
 
આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…

 

કૃષ્ણ દવે

____________________________________________________________

તૂટેલાં શમણાંના ના જડે સાંધા

સાંપ્રત સમયમાં હાઉસીંગ બબલ, સબપ્રાઈમ ટ્રબલ ને ધંધા રોજગાર ટેરીબલ હોવાના સમાચાર જગતભરમાં હાહાકાર મચાવી રહ્યાં છે ને જન જીવનને પાયમાલ કરીને સોનલ શમણાંને છીનવી રહ્યાં છે - તોડી રહ્યાં છે, ત્યારે બેઈલ આઉટ, ટેક્ષ રીબેટ ને ક્રેડીટ જેવાં તોતીંગ પ્રયાસો છતાં એ તૂટેલાં શમણાંના સાંધા જડતા નથી ને માંદા પાડવા મથતા મંદીના પ્રવાહો વાંધારૂપે નડતા રહે છે…

ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયા માંદા
તૂટેલાં શમણાંના ના જડે સાંધા એના અમને તો વાંધા

જોબ ક્રેડીટ બેંક રહેઠાણ, ભુંસાતા રે જાતા ઠેકાણા ઠામ
બેઈલ આઉટ થીંગડાનું નામ એતો બળ્યા ઉપરે ડામ
ઝગમગમાં જાગે અંધાર, દિવાસ્વપ્ને શોધીએ રે ચાંદા
મંદીમાંહે ધંધા સપડાયા અંધા થ્યાં મૂડીરોકાણ અડધાં
તૂટેલાં શમણાંના..

સબપ્રાઈમે લૂંટ્યા દોર દમામ, ઈલાજ કરે ત્યાં શું કામ?
ચાદર મુજબ પગ લંબાવવા-કાં ભૂલ્યા એ સુખનું ધામ!
ગમે ના વાર તહેવાર વારંવાર, પગાર પળોમાં રે ટાઢા
પર્વ જો ઉજવીએ તો કેમ રે જીવીએ કરે એ સૌને ગાંડા
તૂટેલાં શમણાનાં..

સૂડી સાટે સોપારીને ખંજર,સીઈઓ સધ્ધર પામે પિંજર
ચેતન નીંદર થ્યાં છૂમંતર, રે બોજસભર મન ને અંતર
મંદી અંદર સપડાયા બંદા ને તનનાં જંતર મંદા માંદા
બેકારી ભથ્થાં ટેક્ષ રીબેટ ને ક્રેડીટ એમાં કેમ વળે કાંદા!
તૂટેલાં શમણાનાં..

નૈયા હૈયા કેરી ડામાડોળ, ગિરવે ક્યાંક મૂક્યા છે લંગર
વિમાન કાર વીમા બેંકરપ્ટ, બેકાર નોકરિયાત તવંગર
મંદીવાદના સાદે મિડિયા ટીવી પેપરના સુકાયા ઘાંટા
જગભરે ફરે મંદી ધરાર ને ક્રેડીટ ક્યાંક રે મારતી આંટા
તૂટેલાં શમણાંના..

ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયાં માંદા
તૂટેલાં શમણાંના ના જડે સાંધા એના અમને તો વાંધા

દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલીફોર્નિયા

 

_________________________________________

અમારો ચાલુ રહ્યો પ્રવાસ!
ગણ્યા વિસામા જેને એ તો હતો માત્ર આભાસ!

રણ જેવા આ મનમાં
લીલા વન શાં તમને સાથે લીધા,
તમે પાઓ છો તેથી તો
મેં છતે જાણતે મૃગજળ પીધાં.
હવા કાનમાં કહી ગઈ કે ફૂલમાં ક્યાં છે વાસ?
અમારો ચાલુ રહ્યો પ્રવાસ.
 
જે પગલાંમાં કેડી દેખી
દૂર દૂરની મજલ પલાણી;
પાછા વળનારાની પણ છે
એ જ નિશાની, આખર જાણી!
હવે થાકના ટેકે ડગલાં ભરી રહ્યો વિશ્વાસ!
અમારો ચાલુ રહ્યો પ્રવાસ!
 

રઘુવીર ચૌધરી

___________________________

 

પાર્થને કહો ચડાવે બાણ

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ
 

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ
 
વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ
 
કવિ નાનાલાલ દલપતરામ કવિ

______________________________________________________________________

મારું ખોવાણું રે સપનું

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.
 
પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.
 
વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.
 
ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.
 
ગની દહીંવાલા  (Gani Dahiwala)

New Kavi તાજેતરમાં સમાવાયેલ નવીન રચનાઓ અને કવિઓ Some of the GUJARATI POETS recently added on  KAVILOK.COM (For complete list of poets, click here)

ગની દહીંવાલા (Gani Dahiwala)

નાનાલાલ દલપતરામ કવિ (Nanalal Kavi)
     ચંદ્રવદન ચી. મહેતા (Chandravadan Mehta)  દિનેશ કોઠારી (Dinesh Kothari)    ધીરો  (Ancient Gujarati Poet Dhiro)    ગુણવંત શાહ (Gunvant Shah)  હરિશ્ચન્દ્ર ભટ્ટ (Harishchandra Bhatt)   જયન્ત પાઠક (Jayant Pathak)   નવલરામ પંડ્યા (Navalram Pandya)    પ્રીતમ (Pritam) ચિનુ મોદી (Chinu Modi)   રતિલાલ અનિલ’ (Ratilal Roopawala 'Anil)   ‘શૂન્ય’ પાલનપુરી (’Shunya’ Palanpuri)   ‘રુસ્વા મઝલૂમી’("Rusva" Mazlumi Mazloomi)   નિનુ મઝુમદાર (Ninu Mazmudar)     દયારામ (Daya ram)     જીવણ સાહેબ, Jivan Saheb    બરકત વીરાણી(Barkat Virani 'Bafaam')
 
રાજે(Muslim Kavi Raje)   રત્નો (Ratno)  નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્'  (Kavi Ushnas- Natwarlal Kuberdas Pandya)   નટવરલાલ પી (Natvarlal P Buch)

હર્ષદ ત્રિવેદી (Harshad Trivedi)  રવિ ઉપાધ્યાય (Ravi Upadhyay) 
બલવંતરાય ઠાકોર (Balvantrai Thakor)

For complete list of Gujarati poets covered on Kavilok, please click here

મુળ અમદાવાદી થઇને જો હું આ લોકગીત ભુલી જઉ એ કેમ ચાલે… તો આ ગીત મારા અમદાવાદ માટે…
સ્વર: સજંય ઓઝા

(For more such great songs, please visit: http://www.rankaar.com/)

અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડિવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…

ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…




સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

                     

ઉત્તર   દક્ષિણ   પૂર્વ   કે   પશ્ચિમ,  જ્યાં  ગુર્જરના  વાસ;

સૂર્ય   તણાં  કિરણો  દોડે   ત્યાં,  સૂર્ય  તણો   જ   પ્રકાશ.

                                

જેની   ઉષા   હસે   હેલાતી,  તેનાં   તેજ  પ્રફુલ્લ પ્રભાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! 

                              

ગુર્જર    વાણી,    ગુર્જર   લહાણી,  ગુર્જર   શાણી   રીત; 

જંગલમાં   પણ  મંગલ   કરતી,   ગુર્જર    ઉદ્યમ   પ્રીત.

                          

જેને ઉર ગુજરાત  હુલાતી, તેને  સુરવન  તુલ્ય  મિરાત;  

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

                             

કૃષ્ણ   દયાનંદ   દાદા   કેરી   પુણ્ય   વિરલ  રસ  ભોમ;

ખંડ   ખંડ    જઈ   ઝૂઝે   ગર્વે    કોણ   જાત   ને   કોમ.

                        

ગુર્જર  ભરતી  ઊછળે  છાતી ત્યાં રહે  ગરજી  ગુર્જર માત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! 

                        

અણકીધાં    કરવાના    કોડે,    અધૂરાં     પૂરાં    થાય;

સ્નેહ,  શૌર્ય   ને  સત્ય  તણા  ઉર, વૈભવ  રાસ  રચાય.

                           

જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

                            

અરદેશર ફ. ખબરદાર

       


Search for your favorite poet on Kavilok.com

Google
Web www.kavilok.com

કેટલીક ગુજરાતી પ્રાર્થનાઓ New Item


Gujarati Jokes | Gujarati Samachar News | Gajarati Shaayari | Gujarati Fonts


Click here to add Kavilok to your Favorite list!

Please sign into our Kavilok Guestbook


 

  



 


Dear visitor,

First of all, thank you very much for visiting this Kavilok website- A place for Gujarati Poets (Gujarati Kavi and his  Kavita, kavyo). We are just starting to build this website to promote Gujarati literature. There is not much content at this time, so please bear with us. It will be much better if you can help us bring information about our great heritage for posting here.

This is how our plans are going this time.

  1. We intend to create a page for every Gujarati poet, wellknown or known-just-to-you. So if you don't find information about your kavi here, please send us an email: mailto:Kavilok Email Address and we will be very happy to add it.
  2. We want to create links to every Gujarati website that is trying to promote Gujarati literature. So if there is no link for your favorite Gujarati portal, please email it to us at Kavilok Email Address(better if you can write a paragraph about it too so we can highlight it in your own words).

  3. Please help us build this Kavilok website!!! Please share your ideas and suggestions with us. Volunteer with us.

Thank you for visiting Kavilok.


  Gujarati Jokes | Gujarati Samachar News | Gajarati Shaayari | Gujarati Fonts